(એજન્સી) તા.૧૩
સ્થાનિક સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે રાસ અલ-અયન પૂર્વોત્તર સીરિયામાં બે બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા ર૧ લોકો ઘાયલ થયા છે. સૂત્રો મુજબ શહેરના પોસ્ટ ઓફિસ પાસે વિસ્ફોટ થયો હુમલામાં ર૧ લોકો ઘાયલ થયા જેમાં વધુ પડતા બાળકો અને મહિલાઓ હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટ પછી શહેરના પ્રવેશ દ્વાર પાસે એક વિસ્ફોટક ભરેલી બાઈકમાં વિસ્ફોટ થયો જેમાં કોઈ જાનહાનિની સૂચના નથી.