(એજન્સી) તા.૨૯
બે યુએસ અધિકારીઓએ રોઈટર્સને બુધવારે કહ્યું કે સીરિયામાં રશિયન દળો સાથેની ઝપાઝપી યુએસ સૈનિકોની એક નાની ટુકડી ઘાયલ થઈ હતી.
અમેરિકી અને રશિયન દળો વચ્ચે આ પ્રકારની ઝપાઝપી અસાધારણ નથી, આ ઘટના બંને દેશો વચ્ચેના સૈનિકોના જોખમોને પ્રકાશિત કરે છે જે ઉત્તર સીરિયામાં એક બીજાની નજીકમાં જ કાર્યરત છે અને તંગદિલીમાં વધારો થવાની સંભાવનાને પ્રકાશિત કરે છે. નામ ન જણાવવાની શરતે બોલતા એક અધિકારીએ કહ્યું ઈજાઓ અથડામણના પરિણામે થઈ હતી અને ફાયરિંગની કોઈ આપ લે થઈ ન હતી. એક અન્ય અધિકારીએ કહ્યું આ ઘટના ઉત્તરપૂર્વી સીરિયામાં અઠવાડિયાની શરૂઆતમાં બની હતી અને ઈજાઓે હળવી હતી. પેન્ટાગોન અને યુએસ લશ્કરી સેન્ટ્રલ કમાન્ડ જેઓ આ ક્ષેત્રમાં યુએસ દળોની દેખરેખ રાખે છે, તેમણે ટિપ્પણી કરવા ઈન્કાર કર્યોે હતો. યુએસ લશ્કર સામાન્ય રીતે ઈજાઓ વિશે ટિપ્પણી કરતા નથી. જો કે ગયા મહિનામાં અર્ધલશ્કરી દળોનો એક સૈનિક પૂર્વી સીરિયામાં વાહન રોલઓવર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં રશિયન લશ્કરી વાહનો જેમની પાછળ બે હેલિકોપ્ટરો છે. યુએસ સશસ્ત્ર દળોના વાહનોની નજીક ખતરનાક રીતે ડ્રાઈવિંગ કરતા દેખાય છે. આ વીડિયોનું સ્ત્રોત અસ્પષ્ટ છે. આ વર્ષની શરૂઆતમાં એક અન્ય વીડિયોમાં સીરિયાના રોડ પર સૈનિકો વચ્ચે નજીકની ઝપાઝપી દેખાતી હતી. ઉત્તરી સીરિયામાં લગભગ ૫૦૦ યુએસ દળોના સૈનિકો હાજર છે, શરૂઆતમાં આ સૈનિકોને ઈસ્લામિક સ્ટેટના આંતકવાદીઓને તેમના ગઢમાંથી હકાલપટ્ટી કરવા માટે દેશમાં રોકાવવામાં આવ્યા હતા, પાછળથી તેમની સંખ્યામાં તીવ્ર ઘટાડો કરાયો હતો.