(એજન્સી) દમાસ્કસ, તા.૬
સીરિયાના બળવાખોરોવાળા વિસ્તારોમાં યુદ્ધ વિમાનોએ ભીષણ હુમલા કરતાં ર૯ લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં ગોઉટા પરા વિસ્તારમાં ર૯ લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે ઈદલીબ ઝેરી ગેસથી બોમ્બ વિસ્ફોટ કરાયા હતા. તેમ બચાવકર્મીઓ અને યુદ્ધ નિરીક્ષકોએ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિ બશર અલ-અશદ સરકારે બળવાખોરોના હાથમાંથી સીરિયાનો મોટો ભાગ પાછો મેળવ્યો હતો. બળવાખોરોએ સીરિયામાં મોટાપાયે વિસ્તારો કબજે કરતા તેને પાછા મેળવ્યા સતત ૮ વર્ષથી સીરિયન દળો અને બળવાખોરો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈદલીબ પ્રાંત હજુ પણ બળવાખોરોના કબજામાં છે. સીરિયન યુદ્ધ વિમાનોએ પાટનગર દમાસ્કસ નજીક ઝમલ્કા, અર્બેઈન, હાઝા અને બીટુ સોઆ શહેરો પર બોમ્બ વર્ષા કરી હતી. જેમાં ર૯ લોકો માર્યા ગયા હતા. બળવાખોર જૂથોના વળતા હુમલામાં એક મહિલાનું મોત થયું હતું. તેમ બ્રિટન સ્થિત સીરિયન માનવ અધિકાર નિરીક્ષક ગ્રુપે જણાવ્યું હતું. પૂર્વોત્તર પ્રાંતમાં ફેલાયેલી અરાજકતાથી ખોરાક-દવાઓ વગર નાગરિકો તરફડી રહ્યા છે. જે અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચિંતા ફેલાઈ છે. શનિવારે બળવાખોરોએ રશિયાના યુદ્ધ વિમાનને તોડી પાડ્યું હતું. રશિયન દળોના બોમ્બ વર્ષાથી ત્રણ હોસ્પિટલોને પણ નુકસાન થયું છે. કેમિકલ બોમ્બ વરસાવાતાં સંખ્યાબંધ લોકો શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા છે.