(એજન્સી) સના તા.૨
સીરિયન શાસનના વિદેશ મંત્રાલયે યુએનના સેક્રેટેરી જનરલ અને યુએન સુરક્ષા પરિષદના અધ્યક્ષ સમક્ષ ઇઝરાયેલ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેઓ અમારા વિસ્તારને લક્ષ્ય બનાવી હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. પોતાના પત્રમાં સીરિયાના મંત્રીએ જણાવ્યું છે કે,” ઇઝરાયેલના સીરિયાની ભૂમિ પર કરાતા વારંવારના હુમલાઓ એ વાતના પુરાવાઓ છે કે ઇઝરાયેલ ત્રાસ અને અભિમાની વલણનું પ્રદર્શન કરવાનું કૃત્ય ચાલુ જ રાખેલ છે. ઇઝરાયેલેનું આ પ્રકારનું જોખમી અને આક્રામક વલણ અમેરિકા અને યુએન સુરક્ષા પરિષદના કેટલાક દેશો દ્વારા અપાઈ રહેલ અમર્યાદિત સમર્થનનું પરિણામ છે જેઓ છૂટછાટો આપી સમર્થન આપી રહ્યા છે.
સીરિયન વિદેશ મંત્રાલયે સુરક્ષા પરિષદને વિનંતી કરી છે કે તેઓ પોતાની જવાબદારી સમજે અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા પ્રયાસો કરે. ઇઝરાયેલની સીરિયાની ભૂમિ પર કરવામાં આવતા ત્રાસવાદી હુમલાઓને રોકવા તાત્કાલિક પગલા લે. ઇઝરાયેલના વિમાનોએ લેબેનોનના દમાસ્કસ તરફના વિસ્તારો ઉપર હેઝબોલ્લાહ મિલિશિયાને નિશાન બનાવી હવાઈ હુમલાઓ કર્યા હતા એ પછી સીરિયાના વિદેશ મંત્રાલયે પત્ર લખ્યો હતો.
Recent Comments