અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન માટે રન-વે બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં જારી છે. આ અગાઉ જેટી તૈયાર કરવામાં આવ્યા બાદ હાલ નદીમાં રન-વે તૈયાર કરવા માટે બોયા ઉતારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. નદીમાં જ્યારે સી-પ્લેન ઊતરે ત્યારે તેને રસ્તાની ખબર પડે તે હેતુથી નદીમાં દોઢ કિ.મી.નો રન-વે બનાવવામાં આવશે. આ રન-વેની બંને બાજુ કેસરી કલરના બોયા ઉતારવામાં આવી રહ્યા છે. જેથી પ્લેન યોગ્ય રન-વે પર ઊતરી શકે.