(સંવાદદાતા દ્વારા) તા.ર૩
આજે હાઇકોર્ટ દ્વારા પોલીસ કર્મીઓની સમસ્યાઓ અંગેની દાખલ કરાયેલ પિટિશનમાં ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આ પિટિશન મુજબ પોલીસ કર્મચારીઓની ઘટ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. આ આંકડા અનુસાર પીઆઇ, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલની કુલ ૧,૦૮,૬૪૬ જગ્યાઓ ખાલી પડી હતી. આની સામે ૩૧/૨/૧૯ સુધીમાં કુલ ૨૫,૦૨૧ પોસ્ટ ખાલી હતી. ભરતી પ્રક્રિયા બાદ પણ હાલમાં ૧૫,૬૦૦ પોસ્ટ ખાલી છે. આ પ્રમાણે અત્યારની સ્થિતિ જોઈએ તો ૧ લાખ નાગરિકોની વચ્ચે ફક્ત ૧૨૮ જ પોલીસ કર્મચારીઓ છે. હાઇકોર્ટ સમક્ષ આવેલા આ ચોંકાવનારા આંકડાઓ બાદ હાઇકોર્ટ દ્વારા આ વિશે નિર્દેશ પણ આપવાની શકયતા નકારી શકાય તેમ નથી.