(એજન્સી) તા.૪
અમિરાતી બ્લેક શીલ્ડ કંપનીના સુદાની પીડિતોના કાયદાકીય સલાહકાર ઉમર અલ-ઓબેદે મંગળવારે જાહેરાત કરી હતી કે, તેઓ માનવ તસ્કરી બદલ દસ અગ્રણી અમિરાતી, સુદાની અને લીબિયન હસ્તીઓ વિરૂદ્ધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુકદ્દમા દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. પાટનગરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અલ-ઓબેદે જણાવ્યું હતું કે, અમે સુદાની નાગરિકો પર અમિરાતી બ્લેક શીલ્ડ કંપની દ્વારા આચરેલી ગેરમાર્ગે દોરનારી પ્રથાઓ વિશે માનવાધિકાર વોચ (એચઆરડબ્લ્યુ)નો સંપર્ક કર્યો છે અને અમને લીબિયાની ફાઈલ અંગેના યુએનના નિષ્ણાંતોની સમિતિના કોલ્સ આવ્યા છે, જેમાં તેમણે કહ્યું કે ૧૦ જાન્યુઆરીએ જાહેર થનારા તેના અહેવાલમાં આ કેસને શામેલ કરવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ, જનરલ ખલીફા હફતાર ત્રણે દેશોના અધિકારીઓ, યુએઈ બ્લેક શીલ્ડ કંપનીના માલિકો અને સુદાનની એક ટ્રાવેલ એજન્સી સહિત દસ અગ્રણી અમિરાતી, સુદાની અને લીબિયન હસ્તીઓ આ કેસમાં પ્રતિવાદી છે. અલ-ઓબેદે ઉમેર્યું હતું કે, સુદાનની કોર્ટો સમક્ષ કોઈ અપરાધ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી નથી. વકીલે આગળ ભારપૂર્વક કહ્યું કે સુદાનની સરકાર વિશે માનવામાં આવે છે કે તે શંકાસ્પદો સામે કાયદાકીય કાર્યવાહી કરે, પણ તેનું વલણ ખૂબ જ નકારાત્મક છે અને હું પીડિતોના હિતોનું પ્રતિનિધિત્વ કરૂં છું અને સંકેત આપતા કહ્યું કે, સંરક્ષણ સમિતિએ આંતરરાષ્ટ્રીય ગુનાહિત કોર્ટ (આઈસીસી)નો આશરો લીધો છે. અલ-ઓબેદે ભારપૂર્વક જણાવ્યું કે આ મુકદ્દમો યુએઈ વિરૂદ્ધ દાખલ કરવામાં નથી આવ્યો, પણ તે લોકો વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. જેમણે સુદાની નાગરિકોની હેરાફેરી કરી અને તેમને લીબિયામાં લડવા માટે છેતર્યા.