(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૧
વિશ્વભરમાં પ્રેમના પ્રતીક બનેલા તાજમહેલના માલિકી હક્કને લઇ સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ત્યારે તેને કોર્ટે એવો જવાબ આપ્યો છે કે, જેનું પાલન કરવું બોર્ડ માટે અશક્ય છે. ઉત્તરપ્રદેશ સુન્ની વકફ બોર્ડે અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટ પાસે અપીલ કરી હતી કે, તેને તાજમહેલનું માલિકી હક્ક આપવામાં આવે જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, શાહજહાં પાસેથી દસ્તાવેજ પર સહી કરાવીને લાવો.
૧૬૬૬માં શાહજહાં જન્નતનશીન થયા હતા : સુપ્રીમ કોર્ટે વકફ બોર્ડને એક સપ્તાહનો સમય આપ્યો છે અને તેને શાહજહાંની સહી કરાવી લાવવા કહ્યું છે અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, શાહજહાં ૧૯૬૬માં જન્નતનશીન થયા હતા.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેઓ એવા દસ્તાવેજ લઇને આવેજેનાથી એ સાબિત થાય કે આ સંપત્તિ તેમની છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, કોણ ભરોસો કરશે કે તાજમહેલ વકફ બોર્ડની સંપત્તિ છે. આ પ્રકારના મુદ્દાઓમાં સુપ્રીમ કોર્ટનો સમય બરબાદ ન કરો. આ પહેલા ૨૦૦૫માં પુરાતત્વ વિભાગે કોર્ટમાં અપીલ કરી હતી કે, તાજમહેલને બોર્ડની સંપત્તિ ઘોષિત કરવામાં ન આવે જેનાથી વકફ બોર્ડની સંપત્તિ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું હતું. આ નિર્ણય પર કોર્ટે સ્ટે લગાવી દીધો હતો.જે બાદ તાજમહેલ વકફ બોર્ડની સંપત્તિ નથી. પરંતુ જ્યારે વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, શાહજહાંએ વકફનામું બોર્ડના પક્ષમાં બનાવ્યું છે ત્યારે જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, તાજ અને અન્ય મુઘલો દ્વારા બનાવાયેલી ઇમારતો અંગ્રેજોને આપવામાં આવી હતી. બોર્ડને જસ્ટિસ દીપક મિશ્રાએ ઘણા સવાલો કર્યા હતા તેમણે કહ્યું કે, શાહજહાં વકફ નામા પર કેવી રીતે સહી કરી તેઓ તો જેલમાંથી તાજમહેલને જોઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે, તાજ અને તમામ મુઘલ ઇમારતો બ્રિટિશરોને આપવામાં આવી હતી. આઝાદી બાદ તે ભારત સરકાર પાસે આવી હતી અને એએસઆઇ તેની દેખરેખ કરી રહ્યું છે.