ગ્રેટર નોઇડા,તા.૧૧
આર્યલેન્ડે ગ્રેટર નોઇડામાં રમાયેલી ત્રીજી ટી-૨૦ મેચમાં અફઘાનિસ્તાનને સુપર ઓવરમાં અંતિમ બોલ પર સિક્સર ફટકારી, પરંતુ અફઘાનિસ્તાને સીરીઝને ૨-૧ થી જીતી લીધી હતી. આર્યલેન્ડ પહેલા બેટિંગ કરતા ૧૪૮/૮ નો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ ૧૪૨/૭ નો સ્કોર બનાવ્યો અને મેચ ટાઈ ગયો હતો.
સુપર ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમે ૧૨પ્રથમ રમતા ૮ રન બનાવ્યા અને આર્યલેન્ડે એક વિકેટ ગુમાવી અંતિમ બોલ પર સિક્સર ફટકારી આ મેચને જીતી લીધી હતી. ૨૦૧૩ બાદ પ્રથમ વખત આર્યલેન્ડે અફઘાનિસ્તાનને ટી-૨૦ મેચમાં હરાવ્યા છે. કેવિન ઓ બ્રાયનને પ્લયેર ઓફ ધ મેચ અને રહમનુલ્લાહ ગુરબાજને પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
આ અગાઉ આર્યલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી અને ૧૨ ના સ્કોર સુધી તેમને બે વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેવિન ઓ બ્રાયન (૨૬) અને ગૈરાથ ડેલાની (૩૭) ની વચ્ચે ૬૨ રનની ભાગીદારી થઈ અને બંનેએ ટીમને સંભાળી હતી. અફઘાનિસ્તાનના બોલરોએ શાનદાર વાપસી કરતા નિયમિત અંતરાલ પર આર્યલેન્ડની વિકેટ લીધી હતી. હૈરી ટેક્ટરે જરૂરી ૩૧ રનની ઇનિંગ રમી હતી. અંતમાં સિમી સિંહ (૧૨*) એ અણનમ રહેતા સ્કોરને ૧૪૨ સુધી લઇ ગયા હતા. અફઘાનિસ્તાન માટે નવીન ઉલ હક અને કૈસ અહેમદે ૩-૩ વિકેટ લીધી હતી. મુજીબ ઉર રહેમાન અને રાશીદ ખાનને એક-એક વિકેટ મળી હતી.
સુપર ઓવરમાં મોહમ્મદ નબી અને રહમનુલ્લાહ ગુરબાજ રમવા આવ્યા, પરંતુ તે ક્રેગ યંગ સામે માત્ર ૮ રન બનાવી શક્યા હતા. ૯ રનનો પીછો કરવા ઉતરેલી આર્યલેન્ડની ટીમે ત્રીજી બોલ પર પોલ સ્ટર્લિંગની વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ બોલમાં તેમને ત્રણ રનની જરૂરત હતી અને કેવિન ઓ બ્રાયને રાશીદ ખાનની બોલ પર સિક્સર ફટકારતા ટીમને યાદગાર જીત અપાવી હતી.