દુબઈ,તા.૧
પૂર્વ ચેમ્પિયન શ્રીલંકા-બાંગ્લાદેશને પોતાની ઓછી રેન્કીગના કારણે પુરૂષ ટી-૨૦ વર્લ્ડ કપ સુપર-૧૨ માટે સીધા ક્વોલિફાઈ કરવામાં નિષ્ફળ રહ્યા. હવે તેમને ૨૦૨૦માં યોજાનાર આ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવવા ગ્રૂપ ચરણની પ્રતિયોગિતામાં ભાગ લેવાનો રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસીએ મંગળવારે સુપર ૧૨ માટે સીધા ક્વોલિફાઈ કરનાર ટીમોની ઘોષણા કરી હતી જેમાં મુખ્ય રેકિંગમાં પાકિસ્તાન, ભારત, ઈગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રીકા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટઈન્ડીઝ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
પૂર્વ ચેમ્પિયન અને બે વાર ઉપવિજેતા શ્રીલંકા-બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાં ગ્રૂપ ચરણ ૬માં અન્ય ક્વોલિફાઈ સાથે રમવાનું રહેશે. આ ટૂર્નામેન્ટ ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર ૨૦૨૦ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં આયોજીત કરવામાં આવશે. ક્વોલિફિકેશનના માનદંડો અનુસાર મુખ્ય આઠ ટીમોને સીધા સુપર ૧૨ ચરણમાં જગ્યા મળે છે, જ્યારે બાકી બે ટીમોને ગ્રૂપ ચરણમાં રમવાનું રહેશે.