જો સુપ્રીમ કોર્ટ વિવિધ રાજકીય પ્રેરીત કેસો હેઠળ જેલમાં બંધ સેંકડો નાગરિકોના કેસમાં અર્નબ ગોસ્વામી જેવી ચિંતા વ્યક્ત નહીં કરે તો ગોસ્વામી પરના સુપ્રીમ કોર્ટના આદેશનો કોઇ અર્થ નથી

(એજન્સી) તા.૧૮
રીપબ્લિક ટીવીના અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. જે લોકો સ્વયંને ઉદારવાદી તરીકે ઓળખાવે છે તેમનામાં ત્રણ પ્રકારની વિચારધારા પ્રવર્તે છે. એક ગ્રુપનું કહેવું છે કે ગોસ્વામીને જામીન આપવા જ જોઇતા ન હતા. જ્યારે જે લોકોએ સૈદ્ધાંતિક વલણ અખત્યાર કર્યુ છે ત્યારે તેઓ આ નિર્ણયની તરફેણમાં બિનશરતી સમર્થન આપે છે. જ્યારે એવા પણ લોકો છે કે જેઓ જામીન આપવાના નિર્ણયની વિરુદ્ધમાં નથી પરંતુ તેમને સુપ્રીમ કોર્ટના પસંદગીયુક્ત અને ચુનંદા અભિગમ અંગે ચિંતા છે. હું આ ત્રીજા ગ્રુપના લોકો સાથે સંમત થાઉં છું. જેઓ ગોસ્વામીને જામીન આપવાની વિરુદ્ધ છે તેમણે યોગ્ય જણાવ્યું છે કે જે કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે તે કેસ આઇપીસીની કલમ-૩૦૬ હેઠળ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો છે અને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે કોઇ નિસ્બત નથી. જ્યારે સિદ્ધાંતની વાત કરીએ તો તેમની દલીલ એવી છે કે અહીં વ્યક્તિ તરીકે ગોસ્વામીની પડખે ઊભા રહેવાની જરુર નથી પરંતુ સિદ્ધાંતની તરફેણ કરવી જોઇએ. તેનો કહેવાનો અર્થ એ નથી કે ગોસ્વામી વિરુદ્ધના કેસમાં કોઇ કાનૂની મેરીટ્‌સ નથી. આ માટે જો કે કાનૂની નિષ્ણાતોએ દલીલ કરવાની છે. પરંતુ એટલું કહેવું પૂરતું છે કે આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા એ અત્યંત વિવાદાસ્પદ અને કાનૂની વર્તુળોમાં અત્યંત વિવાદાસ્પદ મામલો છે. ઉદ્ધવ ઠાકરે સામે સત્તાના દુરુપયોગની દલીલ થઇ રહી છે પરંતુ ભાજપ સરકાર જ્યારે રાજ્યની કે સરકારની સત્તાઓનો દુરુપયોગ કરે ત્યારે તે સંસ્થાઓ સાથે બાંધછોડ કરીને પોતાની સત્તા વધારી શકે છે. સુપ્રીમ કોર્ટે ભાજપ સરકાર દ્વારા રાજકીય પ્રેરીત કેસોમાં પણ આ જ પ્રકારની ઝડપ દાખવવી જોઇએ. ત્યારબાદ જ સરકારી કે રાજ્યની સત્તાઓના દુરુપયોગ ઘટાડી શકશે. જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યું તેમ જો વિનાશના માર્ગે સફર કરવાનો ઇરાદો ન હોય તો પસંદગીયુક્ત આક્રોશ વિપરીત પરિણામ લાવી શકે છે. આમ સુપ્રીમ કોર્ટનો પસંદગીયુક્ત અભિગમ વિનાશનો માર્ગ અપનાવશે નહીં. જો સુપ્રીમકોર્ટ વિવિધ રાજકીય પ્રેરીત કેસો હેઠળ જેલમાં બંધ સેંકડો નાગરિકોના કેસમાં અર્નબ ગોસ્વામી જેવી ચિંતા વ્યક્ત નહીં કરે તો ગોસ્વામી પરના સુપ્રીમ કોર્ટના આદેશનો કોઇ અર્થ નથી.