(એજન્સી) ગુવાહાટી, તા.૨૫
યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારત સામેની સશસ્ત્ર લડતનો અંત ત્યારે જ આવશે જ્યારે સુપ્રીમ કોર્ટ નાગરિકતા બાબત નિર્ણય કરશે. એ પછી સરકાર સાથે અંતિમ તબક્કાની વાતચીત શરૂ કરી શકાશે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં આસામમાં નાગરિકતા મુદ્દે એક અરજી પડતર છે. અરજીમાં ઈન્ડિયન સિટીઝન શીપ એક્ટની કલમ ૬(એ)ને પડકારવામાં આવી છે. કલમ મુજબ આસામનો કોઈ પણ વ્યક્તિ ત્યાંનો નાગરિક ગણવામાં આવશે. જે ૨૪મી માર્ચ ૧૯૭૧ પહેલાં આસામમાં દાખલ થયેલ હોય અરજીમાં માગણી કરાઈ છે કે, છેલ્લી પ્રવેશની તારીખ એ જ ગણવી જોઈએ. જે સમગ્ર દેશમાં લાગુ કરાયેલ છે. અર્થાત ૧૯ જુલાઈ ૧૯૪૮ સમાચારો મળ્યા હતા કે, અગલતાવાદી સંગઠન સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે અને જલ્દીથી સમાધાન થઈ જશે. ભારત સરકારે ઉલ્ફાને ૧૯૯૦માં ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું. છેલ્લે ઉલ્ફા સાથેની વાતચીત ર૦૧૧માં થઈ હતી. જેમાં સ્વતંત્રતાની માગણી નકારાઈ હતી. વાતચીત છેલ્લે નવી દિલ્હીમાં ર૧મી એ યોજાઈ હતી. જો કે, ઉલ્ફા સંગઠનનો એક ભાગ રાજ્યના લોકો માટે અલગથી માગણી કરી રહ્યો છે. એમના અધિકારીએ જણાવ્યું કે, જે કોઈ વ્યક્તિનું નામ આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન-૧૯૫૧માં હોય અમને જ ખરા નાગરિકો ગણવા જોઈએ અને ફક્ત એમને જ આસામમાં જમીન ખરીદવાનો અધિકાર હોવો જોઈએ. સમગ્ર દેશમાં ફક્ત આસામમાં જ આ પ્રકારનો રજિસ્ટર જાળવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલ નાગરિકોને ઓળખી કાઢવાનો છે એની સામે પણ પ્રશ્ન એ છે કે, આ રજિસ્ટર આસામના ઘણા ભાગોમાં જળવાયેલ નથી. આ માટે સૌથી મહત્ત્વપૂર્ણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો છે. જો સુપ્રીમ કોર્ટ પ્રવેશની અંતિમ તારીખને બદલે છે તો આપ મેળે ઘણા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. આસામ પ્રવેશની છેલ્લી તારીખ આસામ સમજૂતિ દરમિયાન નિર્ણિત કરાઈ હતી. આ સમજૂતિ ૧૯૮૫માં અપાઈ હતી. જે તે વખતે પણ બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર પ્રવેશનો મુદ્દો હતો. જેને ઉકેલવા વચગાળાની તારીખ ૧૯૭૧ રાખવામાં આવી હતી. કારણ કે, ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ ૧૯૬૫ના યુદ્ધમાં ઘણા બધા લોકો પૂર્વ પાકિસ્તાનમાંથી આવ્યા હતા અને એ પછી જ્યારે બીજી વખત પાકિસ્તાન સાથે ૧૯૭૧માં યુદ્ધ થયો ત્યારે પણ ઘણા બધા લોકો આવ્યા હતા. એ માટે ૧૯૭૧ની માર્ચની તારીખ નિર્ધારિત કરાઈ હતી. તદ્‌ઉપરાંત સરકાર નવો નાગરિકતા બિલ ૨૦૧૬માંં લાવી હતી. આ બિલ હેઠળ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી ગેરકાયદેસર આવેલ લઘુમતી કોમના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ કરાઈ છે. જો સરકાર આ બિલ પસાર કરાવાનો પ્રયાસ કરશે તો શાંતિ પ્રક્રિયા ફરીથી અવરોધાઈ શકે છે.