(એજન્સી) તા.૬
યુનિયન મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે કહ્યું કે, બીજેપીના એમપી અને પાર્ટીના સહકાર્યકર્તા સુબ્રમણ્યમ સ્વામી બહુ બોલે છે પરંતુ એમની બધી વાતો પાર્ટીએ કહેલી વાત હોતી નથી. પ્રસાદે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરાયેલ નોટબંધીની અર્થતંત્રમાં સકારાત્મક અસરો થઈ છે. તેમણે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી કેમ આળસુ બની ગયા હતા ? રોબર્ટ વાડ્રા પર પ્રહાર કરતાં કહ્યું કે આ પાર્ટી કોંગ્રેસ પાર્ટી જેવી નથી. અમારી સરકાર દરેક મુદ્દાના ઉકેલ માટે કાયદામાં માને છે. પ્રસાદ સાથે યોજાયેલ ઈન્ટરવ્યુની ધ્યાન આકર્ષિત વાત એ હતી કે એન્કર દ્વારા પૂછાયેલ સરકારની સિદ્ધિઓ પર તેમના દાવા માંડતા શ્રોતાઓ તાળીઓ પાડતા હતા એના પર પ્રસાદે ગુસ્સાથી કહ્યું કે તાલીયાં મેં ભી બજવા શકતા હું. પ્રસાદે જણાવ્યું કે અર્થતંત્ર અંગે લોકો વડાપ્રધાનની આર્થિક નીતિઓ સાથે હતા જ્યારે રાહુલને આર્થિક જ્ઞાન અંગે પ્રશ્નો કરતા હતા. ગત વર્ષે ૮ નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદીએ રૂપિયા પ૦૦ અને ૧૦૦૦ની નોટોને અમાન્ય ગણાવી નોટબંધી જાહેર કરી હતી જેમાં ર૦૦ લોકો નોટબંધી સંબંધિત હતાશામાં મૃત્યુ પામ્યા હતા. નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું કે, ૩.પ લાખ કંપનીઓએ નોટબંધીના કારણે પોતાની દુકાનો બંધ કરી દીધી હતી જ્યારે તેમના પર છેતરપિંડી કરી હોવાનો આરોપ મૂકાયો હતો. પ્રસાદે કહ્યું કે જ્યાં છેતરપિંડીના આક્ષેપ મૂકાયા છે તેના દસ્તાવેજો જો યોગ્ય હશે તો તેમની સામે કોઈ પગલાં લેવામાં આવશે નહીં. જ્યારે તેમને નવી પ૦ અને ર૦૦ રૂપિયાની નોટની ઉપલબ્ધતા વિશે સમયરેખા આપવા કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ વિશે તેઓ નાણામંત્રીને પૂછશે.