(એજન્સી) નવી દિલ્હી, તા.પ
રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ના ભાજપના સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યસભાના સાંસદ તરીકેનો તેમનો પગાર જતો કરવાનો ઈન્કાર કર્યો છે.
ભાજપના ગઠબંધન દળ (એનડીએ) દ્વારા બુધવારે નિર્ણય કરાયો હતો કે સંસદનું સત્ર ર૩ દિવસ ચાલ્યું પરંતુ તેમાં કોઈ જ કામ થયું નહીં જેથી એનડીએના સાંસદો પગાર અને ભથ્થા નહીં લે. વિવિધ પક્ષોએ સંસદમાં દેખાવો યોજી કામકાજ ઠપ્પ કર્યું હતું.
ભાજપના સાંસદ ડૉ. સ્વામીએ એનડીએના પગાર-ભથ્થા નહી લેવાના નિર્ણયનો વિરોધ કરી કહ્યું છે કે તેઓ રોજ સંસદ ભવન જતા હતા. સંસદ ચાલી નહીં તેમ મારો શું ગુનો છે ? હુંં રાષ્ટ્રપતિનો પ્રતિનિધિ છું તેઓ જ્યાં સુધી ન કહે ત્યાં સુધી હું કેવી રીતે કહું કે પગાર નહીં લઉ ?
ડૉ. સ્વામીએ કોંગ્રેસ પર સંસદના કામકાજને ઠપ્પ કરવાનો આરોપ મૂક્યો હતો. સંસદીય મંત્રી અનંતકુમારે કહ્યું હતું કે ર૩ દિવસ સંસદનું કામકાજ ઠપ્પ રહેતા તેમના એનડીએના સાંસદો પગાર અને ભથ્થા નહીં લે ભાજપના સાંસદ ડૉ. સ્વામી નૈતિકના ધોરણોને ઈચ્છતા નથી.