(એજન્સી) તા.૧
અફઘાનિસ્તાનના હેલમંદ અને ફરાદ રાજ્યોમાં ઓછામાં ઓછા પ૪ તાલિબાનીના મારવાની સૂચના છે. સમાચાર મુજબ અફઘાનિસ્તાનના સુરક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે દેશની સેનાએ બુધવારે સાંજે તાલિબાનના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓમાં જે તાલિબાન મૃત્યુ પામ્યા તેમાં એક તાલિબાન કમાન્ડર “મૌલવી સઈદ” જ સામેલ છે. આ હુમલામાં ઘણા બધા તાલિબાની ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનના સુરક્ષા મંત્રાલય નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાન, ફરાદ રાજ્યના શિવાન ક્ષેત્રથી સુરક્ષા દળોના ઠેકાણાઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ દરમ્યાન તાલિબાન અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. આ અથડામણમાં તાલિબાનના ર૬ સભ્ય મૃત્યુ પામ્યા જ્યારે ૧૪ અન્ય ઘાયલ થયા. રિપોર્ટોમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાન અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણોનો ક્રમ અત્યારે પણ જારી છે. અફઘાનિસ્તાનના લોકોનું માનવું છે કે આ દેશમાં શાંતિની સ્થાપના હવે એક સ્વપ્નમાં બદલાઈ ગઈ છે. જેનાથી તે લોકો ખૂબ જ નિરાશ છે.
સુરક્ષાદળોની સાથે અથડામણોમાં પ૪ તાલિબાની ઠાર, ૧૪ ઘાયલ

Recent Comments