(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
વતન પરત થતાં કારીગરોના ટ્રેનના ભાડાના પૈસા યુપી સરકારે ચૂકવવાનું નક્કી કર્યું હોવાથી, સુરતમાં કારીગરોને તેમના પૈસા પરત આપવાનું મંગળવારે શરૂ કરાયું હતું. સુરતથી મંગળવારે બે ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના થઈ રહી છે. કુલ ૩૨૦૦ શ્રમિકોને તેમના પૈસા પરત આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઉધના બીઆરસી નજીક લક્ષ્મી નારાયણ મંદિર પાસે લોકોને યુપી મોકલનારા એડવોકેટ પણ શ્રમિકોને તેમના પૈસા પરત આપી દીધા છે. આજે સુરતથી બે ટ્રેન ઉત્તરપ્રદેશ માટે ઉપડી રહી છે અને ૩૨૦૦ જેટલા પ્રવાસીઓને અમે પૈસા પરત કરી રહ્યા છે. આ ઉપરાંત ઉધના બીઆરસી લક્ષ્મી નારાયણ મંદિર પાસે સેવાનું કાર્ય કરી રહેલા એડવોકેટ વિનય શુકલા દ્વારા મંગળવારે યુપી જાનપુર જતી ટ્રેનના ૧૬૦૦ જેટલા શ્રમિકોને તેમના ટિકિટના પૈસા પરત આપી દેવામાં આવ્યા છે. જો કે, પીકઅપ પોઇન્ટ પર જાનપુર જનાર શ્રમિકોને વિનય શુકલા અને તેમની ટીમ દ્વારા પૈસા મળ્યા છે કે, નહીં તેની પૂછપરછ કરી રહ્યા છે. પૈસા ન મળનારા શ્રમિકોના નંબરો લઈ તેમને કોની પાસેથી ટિકિટ બુક કરાવી હતી તેનો સંપર્ક કરી પૈસા પરત અપાવવાની કામગીરી કરી રહ્યા છે.
સુરતથી બે ટ્રેન ઉત્તરપ્રદેશ રવાના : ૩ર૦૦ શ્રમિકોને તેમના પૈસા પરત કરાયા

Recent Comments