(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૩
લોકડાઉન દરમ્યાન સુરત શહેરમાં રહેતા પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરમાં પણ અનેક મહાનુભવોએ વિવિધ કમિટીઓ બનાવી શ્રમિકોને તેમના વતન પહોચાડવા માટેની કામગીરી કરી રહ્યાં છે. જેમાં ઉત્તર ભારતીય સમાજના અગ્રણી એવાં અજય રાયે પણ યુપીમાં અનેક શ્રમજીવીઓને મોકલવા માટેની કામગીરી કરી છે. તા.૨૧મી મે ના રોજ સુરતથી યુપી ગાજીપુર ખાતે ટ્રેનો રવાના થઇ હતી. પરંતુ આ ટ્રેનો એમપીના જબલપુર અને ભુસાવલ ખાતે બે ટ્રેનોએ સાઇડ ટ્રેક મારી હતી. કલાકો સુધી ટ્રેન પડી રહેતા મુસાફરી કરતા શ્રમિકોની હાલત કફોડી બની હતી. તેઓની પાસેથી ખાવા પિવાની વ્યવસ્થા ન હોવાથી સુરતના અજયભાઇ રાયનો શ્રમિકોએ સંપર્ક કર્યો હતો. અજયભાઇએ તુરંત જ રેલ્વેના જી.એમ.ને વાતચીત કરી હતી. ત્યારબાદ રેલ્વે મંત્રી પિયુષ ગોયેલને ટ્‌વીટ કર્યુ હતુ. આ ટ્‌વીટ બાદ રેલ્વે તંત્ર દોડતું થયું હતું. ટ્રેનમાં ફસાયેલા શ્રમિકોને પાણી અને ખાવાની વ્યવસ્થા કરી આપી હતી. આ અંગેનો રીપ્લાય અજય રાયને આપ્યો હતો.