સુરત, તા.૯
સુરતના પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં મોડી રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી મળતા ફાયરની ૧૫ જેટલી ગાડી બનાવવાળી જગ્યા પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આજથી ૬ મહિના પહેલાં એટલે કે, ૨૧ જાન્યુઆરીએ પણ આ જ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. સુરતના કુંભારીયા રોડ પર આવેલી છે રઘુવીર માર્કેટમાં આજથી ૬ મહિના પહેલાં એટલે ૨૧ જાન્યુઆરીનાં રોજ આગ લાગી હતી ત્યારે ફરી મોડી રાત્રે આજ માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જોકે આગની જાણકારી મળતા સુરત ફાયર સ્ટેશનની ૧૫ કરતા વધુ ગાડી બનાવવાળી જગ્યા પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ આગને કારણે કોઇ જાનહાનિ થઈ નથી.