(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. એક જ રાત્રીમાં ચાર ઘરોનાં તાળા તોડી તસ્કરો લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી ગયા હતાં.અમરોલી પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ અમરોલી પરિવારના એપાર્ટમેન્ટ ફલેવ નં.બી/૨૦૧માંથી રૂા.૨.૮૦ લાખના સોના-ચાંદીના દાગીના, પંકજભાઈ વિનોદભાઈ ડાભીના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા સોનાના-દાગીના મળી રૂા.૧,૮૨,૫૦૦ તથા કોસાડ રોડ મણવીરધામ હેતલભાઈ નારણભાઈ ચાવડા, શિલ્પાબેન સંજયકુમારનાં ઘરમાં પણ તસ્કરોએ ત્રાટકી ચોરી કરી ગયા હતાં. અમરોલી પોલીસે આ તમામ ચોરીની ઘટના સંદર્ભે સેજલબેન સુજલભાઈ પટેલની ફરિયાદ નોંધી ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો દર્જ કર્યો હતો. આ ચોરીના બનાવો તા.૨૧-૭-૧૯ના રોજ સવારે ૫ઃ૧૫થી ૫ઃ૪૫ દરમિયાન બન્યાં હતાં. તમામ ચોરીમાં એક જ ટોળકી સામેલ હોય અમરોલી પોલીસે તપાસ હાથ ધરી છે.