(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
ગુડ્‌સ સર્વિસ ટેક્ષ (જીએસટી)થી કાપડ ઉદ્યોગકારોને નહી રહેલી સમસ્યા અંગે ગુરુવારે નાણામંત્રી પિયુષ ગોયલે કરેલી વીડિયો કોન્ફોરન્સમાં કાપડ ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી. જેમાં વીવર્સોએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો મુદ્દો પણ રજૂ કરતા તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સુરતના કાપડ ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિ મંડળ આગામી આઠ તારીખે દિલ્હી જવા રવાના થયા તેવી સંભાવના છે. કાપડ ઉદ્યોગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જીએસટી લાગુ થયા બાદ કાપડ ઉદ્યોગકારો સતત કેટલાક મુદ્દાઓને લઇ મુશ્કેલી નડી રહી હોવાની ગંભીર ફરિયાદ કરી રહ્યા છે. તેમની મુશ્કેલીઓ સાંભળવા ગુરૂવારે કલેક્ટર કચેરી ખાતે ફીયાસ્વી, સીએઆઇટી, ચેમ્બર, હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન તથા શહેરના અગ્રણી ઉદ્યોગકારોએ વિડીયો કોન્ફોરન્સ મારફતે નવી સર્જાયેલી સમસ્યાઓનો નાણામંત્રી પિયુષ ગોયલ અને રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢીયા તથા એડીશન ડિરેક્ટર ઓફ જીએસટી યોગેન્દ્ર ગર્ગ સમક્ષ કરી હતી. ફીયાસ્વી ચેરમન ભરત ગાંધી એ વીવર્સની ૩૧ જુલાઇ ૨૦૧૮ રહેવાની ક્રેડિટ રિફંડ મળશે કે કેમ તે અંગે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વીવર્સની સમસ્યા ક્રેડિટ લેપ્સના પ્રશ્નો છે. હાલમાં ફાઇનાન્સ મંત્રાલયના જાહેર થયેલા એક નોટીફિકેશનમાં વીવર્સની જુની ક્રેડિટ લેપ્સ થશે. તેવી મુંઝવણ ઉભી થઇ હતી. વિડીયો કોન્ફોરન્સ મારફતે આ સમસ્યાના ઉકેલની માંગ મુંકવામાં આવી હતી. જેમાં જૂની તા. ૩૧ ઓગષ્ટ સુધીની ક્રેડિટને બ્લોક કરી દેવાઇ છે. જે રિફંડ મળશે નહીં પરંતુ તેને વેવ કરી શકાશે. તે સ્પષ્ટતાં આપવામાં આવે. આ સાથે જો તે પછી પણ હેરાનગતિ જણાય તો દિલ્હી આવવા જણાવ્યું હતું. આગામી આઠ તારીખે વીવર્સનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી જશે અને આ અંગે ચર્ચા કરનાર હોવાનું જાણવા મળે છે.