(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૦
શહેરના ઘોડદોડ રોડ ઉપર આવેલ કુંથુનાથ ટાવરમાં આજે મળસ્કે ચાર વાગ્યે શોર્ટ સર્કિટથી જનરેટર અને મીટર પેટીમાં આગ લાગવાથી ટોરેન્ટ કંપનીના મીટરને નુકશાન થયું હતું, તે સિવાય અન્ય કોઇ જાનહાનિ થઇ ન હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મળસ્કે ૪ વાગ્યાના સુમારે ઘોડદોડ રોડ કુંથુનાથ ટાવરમાં શોર્ટ સર્કિટ થતા ફાયર સ્ટાફ તાત્કાલિત ઘટના સ્થળે રવાના થયો હતો. જનરેટરમાં શોર્ટ સર્કિટના લીધે મીટર પેટી સળગી ગઈ હતી. આથી એપાર્ટમેન્ટમાં પાવર સપ્લાય બંધ થતા તમામ રહેવાસીઓ નીચે ઉતરી આવ્યા હતા. સવારે અજવાળુ થતા ફ્‌લેટ ધારકો ફ્‌લેટમાં ગયા હતા. શોર્ટ સર્કિટના લીધે મીટર પેટી સળગી ગઈ હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થઈ પરંતુ પાવર કટ થતા લીફ્‌ટ બંધ થઈ હતી. જેથી ફ્‌લેટ ધારકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.