(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
જહાંગીરપુરા વિસ્તારની ૧૪ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી એક રિક્ષા ચાલક લઇ ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના કનાજ ગામના તબેલા કાલુ વીરસિંહ રાજપુત રહે છે. તેઓ રિક્ષા ફેરવી પોતાનું ગુજરાન ચલાવે છે. રિક્ષા ચાલકના મકાનની બાજુમાં વાડીવાળાના નામનું ખેતર આવ્યું છે. આજથી પાંચેક મહિના પહેલા કાલુ રાજપુતે સગીરાના પિતા સાથે ઓળખાણ થઈ હતી અને તેમણે સગીરાના પિતાને રૂા.૯ હજાર ઉધારમાં આપ્યા હતા. ઉધારમાં લીધેલા નાણાં પરત ન આપતા રિક્ષા ચાલકે સગીરાના પિતા સાથે ઝઘડો પણ કર્યો હતો અને ત્યારબાદ તે જતો રહ્યો હતો. ત્યારબાદ જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ શરૂ કરી છે.