(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
શહેરમાં વરાછા, ડિંડોલી, પાંડેસરા, ચોક અને આંજણા વિસ્તારમાં ચાલતી જુગારની કલબમાં પોલીસે રેડ પાડી જુગાર રમતા ૩૭ જેટલા લોકોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને વાહન મળી કુલ રૂપિયા ૭.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ગઈકાલે રાત્રે નવેક વાગ્યે ખરવાસા રોડ રૂક્ષ્મણી સોસાયટીના ગેટ પાસેથી જુગાર રમતા અગિયાર જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ નં-૭ અને બાઈક મળી કુલ રૂપિયા ૨.૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ચોકબજાર પોલીસે ગઈકાલે સાંજે વેડરોડ પંડોળ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતામાં રેડ પાડી હતી જેમાં જુગાર રમતા સાત જણને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ૭૫,૬૪૦, મોબાઈલ નં-૭ ને બાઈક નં-૫મળી કુલ રૂપિયા ૩.૨૨ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ડીસીબીએ બાતમીના આધારે ગઈકાલે સાંજે આંજણા ફાર્મ અનવરનગરની બાજુમાં રેડ પાડી હતી જેમાં જુગાર રમતા આઠ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ મળી કુલ રૂપિયા ૯૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો ગઈકાલે સાંજે બમરોલી રોડ શ્યામ માર્બલની પાછળ આવેલ બાવળની ઝાડીમાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂપિયા ૩૮,૭૦૦નો મદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે વરાછા પોલીસે જુની વાસુદેલ હોટલની પાછળ તપોવન એ-સ્ટેટના ખુલ્લા મેદાનમાં રેડ પાડી જુગાર રમતા ચાર જણને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા ૧૭,૩૧૦ કબજે કર્યા હતા.