(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
શહેરના જાણીતાં ઉદ્યોગપતિ વસંત ગજેરાના એડવોકેટ કલ્પેશ દેસાઈ, અનિષ ખ્યાલી તથા મનોજ પટેલ દ્વારા કરવામાં આવેલી જમીન અરજીનો ઓર્ડર ૧૮મી એપ્રિલના રોજ આવનાર હોવાનું જાણવા મળે છે. જોકે બંને પક્ષોની દલીલો આજરોજ પુરી થઇ હોવાનું જાણવા મળે છે.
આ કેસની વિગતો એવી છે કે, શહેરના જાણીતા બિલ્ડર અને ડાયમંડ કિંગ વસંત ગજેરાએ વેસુની વજુભાઈની જમીનની ફેન્સિંગ તથા કંપાઉન્ડ વોલ બનાવી તેના ખોટા ખર્ચાના બિલ કોર્ટમાં સાચા તરીકે રજૂ કરી વજુભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત તેમણે બેલેન્સ શીટમાં પણ ખોટા બિલોની એન્ટ્રી પાડી આવકવેરા ખાતામાં તે એન્ટ્રી નહીં જાવા મળી હતી. ખેડૂત વજુભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્યારબાદ વસંત ગજેરાની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. બચાવ પક્ષના એડવોકેટ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. સરકાર અને બચાવ પક્ષની દલીલો પૂરી થતા ૧૮મીના ઓર્ડર વસંત ગજેરાની જામીન અરજી ઓર્ડર અદાલત આપશે એવું જાણવા મળ્યું હતું.