(સંવાદતાદા દ્વારા)
સુરત, તા.૮
ડિંડોલી વિસ્તારમાં આવેલી શુભ વાટિકા સોસાયટીમાં આધેડનું મોત નીપજ્યું છે. સોસાયટીની બિલ્ડીંગ નંબર સીના ૧૦માં માળેથી આધેડ પટકાયા છે. આધેડ ૧૦માં માળેથી નીચે પટકાતા જ મોતને ભેટ્યાં છે. ૫૦ વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજતાં સ્થાનિકો દ્વારા તેના મૃતદેહ પર ચાદર ઓઢાડી પોલીસને જાણ કરાઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આધેડે આત્મહત્યા કરી કે કોઈએ તેની હત્યા કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ કહ્યું કે, તેઓ આત્મહત્યા કરે તેવા કોઈ જ કારણો નહોતા. જેથી આધેડના મોતને લઈને રહસ્ય ઘેરાયું છે. ડિંડોલીની શુભ વાટિકા વિસ્તાર વધુ એક મોતની ઘટના સામે આવી છે. ૧૦માં માળેથી આધેડ નીચે પટકાતા મોતને ભેટ્યા છે. ૫૦ વર્ષીય આધેડના મોતને લઇને અનેક સવાલ ઉભા થયા છે. આધેડની આત્મહત્યા કે પછી હત્યા અંગેનું રહસ્ય ઘુંટાઈ રહ્યું છે. પોલીસે આ મામલે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.