(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના જુદા જુદા બે વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે વિદેશઈ દારૂ ભરેલી બે કાર ઝડપી પાી રૂા.૧પ.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે.
સરથાણા પોલીસે બાતમીના આધારે શ્યામધામ મંદિરની સામે ચાર રસ્તા પાસેથી નંબર વગરની ગાડી ઝડપી પાડી દમણ બનાવટના દારૂના ૧૬૮૦ પાઉટ કિંમત રૂા.૮૪૦૦૦ જપ્ત કર્યા હતા. પોલીસે આરોપી આશિષ રમણ પટેલ (પારડી)ની ધરપકડ કરી હતી. જ્યારે કમલેશ ઉર્ફે પીન્ટુ મહેન્દ્ર યાદવ, રામુ કાકાને વોન્ટેડ જાહેર કરી કુલ રૂા.૭.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે બીજા બનાવમાં સચીન પોલીસે સમીન વાંઝ ગામ બ્રીજ પાસેથી સ્કોર્પિયો ગાડી જપ્ત કરી દારૂ-બીયરની ૧૮૯૬ બાટલી-ટીન રૂા.૧,૦૦,૮૦૦ જપ્ત કરી કાર સહિત રૂા.૮,૦૧,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સચીન પોલીસે આરોપી સંતોષ રઘુનાથ પવારની ધરપકડ કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.