(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
સુરતના માંડવી ખાતે એમ.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર દારૂની ખેપ મારવાનો આરોપ લગાવી માંડવી પોલીસે મારમાર્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના પરિવારે લગાવ્યો છે. ભોગ બનનારના પરિવારે માંડવી પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માંડવીની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એમ.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ કૌશિક હળપતિ દારૂની ખેપ મારવાના ગુનામાં માંડવી પોલીસે માંડવી પોલીસે ગોદાવાડી ગામના ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી હતી અને ત્યાં દારૂની ખેપ મારવાનો ખોટો આરોપ લગાવી આકાશને મારમાર્યો હતો અમને આ અંગે જાણ થતા અમે બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. જ્યાં આકાશ હળપતિ પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.પરિવારજનો તેને તાત્કાલિક માંડવી સામુહિત આરોગ્ય કેન્દ્ર બાદ બારડોલી સરકારી દવાખાને લઈ જવાયો ત્યારબાદ પોલીસ બંદોબસ્તમાં સુરત સિવિલ ખસેડાયો હતો. આકાશના થાપા, જાગ ની પાછળ અને પગના, પગના તળિયે અસંખ્ય માર ના નિશાન મળી આવ્યા હતા. જ્યારે બીજી તરફ સારવાર માટે લવાયેલાં આકાશે પોલીસે માર માર્યો હોવાનો સ્ટેટમેન્ટ્‌સ તબીબોને આપ્યું હતું.