(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૭
દિવાળી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુનેગારો સક્રિય બન્યા છે. અમરોલી વિસ્તારમાં બે બાઈક ઉપર આવેલા છ લૂંટારૂઓઍ મોટા વરાછા રિંગરોડથી દુખીયાના દરબાર જતા રોડ ઉપર સંબંધીના ખબર અંતર પુછી બાઈક પર ઘરે જતા કાપડ દલાલ અને તેના મિત્ર આંતરી રૂપિયા ૯૫૦૦ની જયારે ઉત્રાણ સુમન આવાસ પાસે કારીગરને મૂકવા જતા રેસ્ટોરન્ટના માલિકને પેટમાં ચપ્પુ મૂકી ધંધાના વકરાના રૂપિયા ૧૭ હજાર અને મોબાઈલ મળી રૂપિયા ૨૨,૫૦૦ના મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
બનાવ અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કાપોદ્રા ગૌતમપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ ઠુમ્મર (ઉ.વ.૪૨) પ્રિઁન્ટીંગ પ્રેસની સાથે હીરાબાગ ખાતે સાંઈ ઢોસાના નામે રેસ્ટોરન્ટ ચલાવે છે. રાજેશભાઈ રાત્રે ધંધાના વકરાના રોકડા ૧૭ હજાર લઈ તેના કારીગરને મૂકવા જતા હતા. તે વખતે અમરોલી ઉત્રાણ સુમન આવાસ પાસે બે બાઈક ઉપર આવેલા સાગર સહિત છ જણાઍ તેમને આંતરી ઉભો રાખ્યો હતો. અને રાજેશના ગળાના ભાગે ચપ્પુ મૂકી ધંધાના વકરાના રૂપિયા ૧૭,૦૦૦, મોબાઈલ અને નટુભાઈનો મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૨,૫૦૦ના મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જયારે બીજા બનાવમાં હીરાબાગ અમરદીપ સોસાયટીમાં રહેતા સુનિલ નાકરાણી કાપડ દલાલીનું કામ કરે છે. સુનીલ તેના મિત્ર દિનેશ સાથે ઓલપાડના વેલંજા ગામ ખાતે જતા હતા તે વખતે મોટા વરાછા રિંગરોડથી દુખીયાના દરબાર રોડ વચ્ચે બે બાઈક ઉપર ત્રીપલ સવારી આવેલા છ જણાઍ તેમને આંતરી ઉભા રાખી ચપ્પુના ઘા માર્યા હતા અને પેટના ભાગે અને રોકડા ૩૫૦૦ મળી કુલ રૂપિયા ૯૫૦૦ના મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે તે દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
Recent Comments