સુરત, તા.૧૩

રૂદરપુરા વિસ્તારમાં રહેતી  સગીરાનો તેના ફિંયાસીઍ ન્હાતી વખતે વિડીયો ઉતારી તેની સાથે બળજબરીપૂર્વક સંબંધો બાંધ્યા હતા તેમજ શારીરીક સંબંધોની પણ વિડીયો ક્લીપ ઉતારી હતી. જાકે પાછળથી સગીરાના પિતાઍ સગાઈ તોડી નાંખતા યુવકે મુંબઈ જઈને સગીરાના  ઉતારેલા બિભત્સ વીડિયો સોશ્યલ મીડીયા ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી બદનામ કરતા ભારે ચકચાર મચી હતી. બનાવ અંગે સગીરાના પિતાઍ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે અઠવા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રૂદરપુરા વ્હોરાવાડમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા જાન્યુઆરી મહિનામાં ઝાપાબજાર દેવડી ખાતે તેમના સમાજના ધર્મગુરૂ આવતા તેની સેવામાં હતી તે વખતે ધર્મગુરૂની સેવામાં મુંબઈના મલાડના પઠાણ વાડમાં રહેતો મુર્તુઝા મુસ્તઅલી વ્હોરા પણ આવ્યો હતો તે દરમિયાન સગીરા સાથે તેનો પરિચય થયો હતો અને સગીરાના પરિવારને મુર્તુઝા પસંદ પડતા જાન્યુઆરીમાં સગાઈ કરી હતી ત્યારથી મુર્તુઝા વ્હોરા સગીરાના ઘરે તેમજ તેના ભાઈના ઘરે અવાર નવાર રહેવા માટે આવતો હતો, દરમિયાન મુર્તુઝાઍ સગીરાનો ન્હાતી વખતનો વિડીયો ઉતાર્યો હતો અને તેની મરજી વિરૂદ્ધ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેનો પણ વીડિયો ક્લીપ ઉતારી હતી, દરમિયાન લોકડાઉન આવી જતા મુર્તુઝા સગીરાના ત્યાં જ રોકાઈ ગયો હતો. મુર્તુઝા સગીરા પર શંકા રાખતો હતો અને સ્કૂલમાં જતી વખતે સ્કૂલના છોકરા સાથે વાતો કરતી વખતે તેની સાથે ઝઘડો કરતો અને મારઝુડ કરતો હતો. જેથી સગીરાના પિતાઍ મે મહિનામાં સગાઈ તોડી નાંખી હતી, લોકડાઉન ખુલવાની સાથે જ મુર્તુઝા વ્હોરા મુંબઈ જઈ સગીરાના બિભત્સ ક્લીપ અને બિભત્સ કોમેટ લખી ફોટા વિડીયો ઈન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરી ફરતા કરી સગીરાને બદનામ કરી હતી. બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદને આધારે પોલીસે મુર્તુઝા વ્હોરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.