સુરત, તા.૧૫
લોકડાઉનના કારણે શ્રમજીવીઓના હાલત કફોડી બની છે. પરપ્રાંતિય કારીગરો પોતાના વતન જવા માટે જીદશ્વ પકડી છે. શ્વતંત્ર દ્વારા પરપ્રાંતિયોને ટ્રેન મારફતે વતન મોકલવાની વ્યવસ્થા કરી મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આજે સવારે વેડરોડ અખંડ આનંદ કોલેજ પાસે પરપ્રાંતિયો કારીગરોનું ટોળુ વતન જવાની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. કારીગરો રસ્તા પર ઉતર્યા હોવાની જાણ થતા ચોકબજાર પોલીસ દોડતી થઈ હતી. જોકે વાતાવરણ વધુ ગરમાય તે પહેલા પોલીસે ટોળાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.