(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
શહેરના કાપડ ઉદ્યોગમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો સિલસિલો યથાવત રહ્યાં છે. વધુ એક પોલીસ ચોપડે નોંધાયેલા બનાવમાં હરિયાણાના ઠગ પિતા-પુત્ર મેટ્રો ટાવરના કાપડ વેપારીને રૂ. ૩૫,૭૭,૦૧૫નો ચૂનો ચોપડી ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અલથાણ સ્થિત કેનાલ રોડ પર આવેલી શ્રીરામ રેસિડેન્સીમાં રહેતા મનોજભાઈ શ્યામ સુંદર ગૌર રિંગરોડ પર કિન્નરી સિનેમા પાસે આવેલા મેટ્રો ટાવરમાં ક્રિષ્ણા એન્ડ કંપની નામે કાપડનો વ્યવસાય કરે છે આજથી ૧૬ માસ પહેલાં હરિયાણાના ગુડગાંવ ઉદ્યોગ ૠવિહાર ખાતે એસ.એ. ઈન્ટરનેશનલના ભાગીદાર નરેશ ઉપપલ અને તેનો પુત્ર નીતિન શહેરના વેપારી મનોજભાઈ ગીરના સંપર્કમાં આવ્યા હતા, અને વિશ્વાસ સંપાદક કર્યા બાદ ગઈ તારીખ ૪-૩-૨૦૧૭ થી તા. ૨૬-૩-૧૭ના દરમિયાન રૂ. ૩૫,૭૭,૦૧૫નો પોલીસ કાપડનો જથ્થો ઉધારમાં ખરીદ કર્યો હતો અને પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો હતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પીએસઆઈ ડી. એમ. રાઠોડે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.