(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
સુરતના હીરા વેપારી સાથે વેસ્ટ બંગાળના હીરાના વેપારીએ રૂા.૮૭.૩૭ લાખની ઠગાઇ કરી હતી. જાંગડ ઉપર હીરા વેચાણ માટે લીધા બાદ રૂપિયા ચુકવવાને બદલે ફોન ઉપર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેડરોડ તુલસી કેન્સર હોસ્પિટલ પાછળ તુલસી રેસીડેન્સીમાં રહેતાં હીરા વેપારી ધવલ ગુલાબભાઈ ગઢીયા પાસેથી આરોપી કમલકુમાર તુલસીરામ પંડીતે યોગ્યતા ડાયમંડ એન્ડ જેમ્સ સ્ટોન, જેસર રોડ, બાંગુર એવન્યુ, વેસ્ટ બંગાલ, જાંગડ ઉપર હીરા વેચવા માટે ૪૯.૭૧ કેરેટ હીરા કિંમત રૂ.૮૭,૩૭,૭૭૯ લીધા હતા. આ હીરા વેચાણના રપિયાની ફરિયાદી હીરા વેપારી ધવલ ગઢીયાએ માંગણી કરતા આરોપીએ ફોન ઉપર પૈસા માંગશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ચોક પોલીસે ફરિયાદના આધારે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.