(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરના વેસુ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશનના ત્રીજા માળેથી એક યુવકે મોતની છલાંગ લગાવી હતી. યુવક નીચે પટકાતા આસપાસથી ફાયરના જવાનો અને સંબંધીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.વેસુ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીના ઘરે આવેલા સંબંધી ૨૯ વર્ષિય યુવક જીતેન્દ્ર પ્રેમકુમાર જયંતનો પત્ની સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ યુવક વેસુ ફાયર સ્ટેશનના ત્રીજા માળે પહોંચી ગયો હતો અને ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા ફાયરના જવાનોએ તાત્કાલિક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ પણ દોડી આવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
સુરતના વેસુ ફાયર સ્ટેશનમાં યુવકની ત્રીજા માળેથી મોતની છલાંગ

Recent Comments