(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
સરથાણામાં ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ફરજ બજાવતા ટી.આર.બીના માણસ સાથે માથાકુટ કરી તેની જ લાકડી ખેચી ઢોર મારમારી ફરજમાં રુકાવટ કરનાર યુવક સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાફિક શાખાના રીજીયન-૨ સર્કલ-૧માં ફરજી બજાવતા ટીઆરબી મોહસીન સલીમ પઠાણે ગઈકાલે પ્રતીક જયંતીલાલ ગોરાણી (રહે, વાસ્તુ શિલ્પ હાઈટ્‌સ મોટા વરાછા) સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે સાડા આઠેક વાગ્યે ફરજ પર હતા તે વખતે આરોપી પ્રતીકે જેની સાથે જીભાજાડી કરી હતી અને તેની પાસેથી લાકડી ખેચી લઈ પીઠ અને હાથના ભાગે ઢોર મારમરી કાયદેસરની ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.