(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સમગ્ર દક્ષિણ ગુજરાત અને ઉકાઈના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદનો વિરામ નોંધાયો છે. આજે સવારે શહેરના સેન્ટ્રલ ઝોન અને કતારગામ ઝોનમાં ઝરમર વરસાદી ઝાપટા નોંધાયા છે.
સુરત ફલ્ડ કન્ટ્રોલ વિભાગના સૂત્રો દ્વારા મળત માહિતી મુજબ આજે સવારે સુરત શહેરના સેન્દ્રલ ઝોનમાં ૮મીમી અને કતારગામ ઝોનમાં ૪મીમી જેટલો નજીવો પરસાદ નોંધાયો હતો. આ શિવાય શહેરના અન્ય વિસ્તારોમાં કાળાડિંબાગ વાદળો છવાતા વરસાદી માહોલ છવાયો હતો, પરંતુ વરસાદ નોંધાયો ન હતો. સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે નોંધાયેલ વિગત અનુસાર ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના કેચમેન્ટ એરિયામાં વરસાદ નોંધાયો નથી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી એકપણ ગેજસ્ટેશનમાં વરસાદ ન થતાં પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. હથનુર ડેમની સપાટી ૨૦૯.૮૩૦ મીટર નોંધાઈ છે. ઉકાઉ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજનું લેવલ ૩૩૩ ફૂટનું છે જેની સામે આજની સપાટી ૨૭૮ ફૂટ નોંધાઈ છે. ઉકાઈમાં ૬૦૦ ક્યુસેકની આવક સામે તેટલુ પુરેપુરૂં ૬૦૦ ક્યુસેક પાણી નહેરમાં છોડાઇ રહ્યું છે.
સુરતના સેન્ટ્રલ ઝોન અને કતારગામમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો

Recent Comments