(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૨
શહેરના છેવાડે આવેલી હજીરા પોલીસને મળેલી બાતમીના આધારે ચોર્યાસી તાલુકાના તળાવ મહોલ્લામાં છાપો મારી એક વિધવા મહિલાને રૂ.૨.૪૮ લાખની કિંમતના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. જા કે આ મહિલાએ મકાનના પાછળના ભાગે ખાડો ખોદીને દારૂની બોટલો છુપાવી રાખી હતી.
હજીરા પોલીસ મથકના પોલીસ કર્મીઓને એવી માહિતી મળી હતી કે ચોર્યાસી તાલુકાના હજીરા ગામ ખાતે આવેલ તળાવ મહોલ્લામાં રહેતી મહિલા બુટલેગર સુમિત્રા પટેલ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો વેપલો કરી રહી છે. જે હકીકતના આધારે પોલીસે ઉપરોકત સ્થળે છાપો મારી મહિલા બુટલેગર સુમિત્રાની ધરપકડ કર્યા બાદ તેણીના ઘરના વાડામાં ખાડો ખોદીને સંતાડેલો રૂ.૨.૪૮ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો. જા કે પોલીસે આ પ્રકરણમાં ધર્મેશ ઉર્ફે સુકો પટેલ અને અનિ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.