(સંવાદાતા દ્વારા)
સુરતઃ ૨
શહેરમાં આરોગ્યની હાલત એક સાંધે તો તેર તૂટે જેવી થઇ ગઇ છે. શહેરના લિંબાયત વિસ્તારની ઉર્દૂ શાળામાંથી આજે પાણીમાં મચ્છરોના લારવા મળી આવતાં પાલિકા ઝોનના આરોગ્ય વિભાગનો સ્ટાફ દોડતો થઇ ગયો છે. એટલું જ નહીં, શાળામાં ઠેર-ઠેર પાણીનો ભરાવો અને ગંદકી જોવા મળતાં સ્ટાફ દ્વારા તુરંત સંલગ્ન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
િંલબાયત ઝોનની શાળામાં મચ્છરોના લાવરા મળી આવતા પાલિકાનો સ્ટાફ દોડતો થઇ ગયો છે. એવી માહિતી સાંપડી છે કે, પાલિકાના િંલંબાયત ઝોનમાં સ્થિત પદ્માવતિ સોસાયતી ખાતે કાર્યરત ન.પ્રા.શિક્ષણ સમિતિની શાળા નં. ૩૫ કે જે ઉર્દૂ માધ્યમની શાળા છે, ત્યાં વ્યાપક ફરિયાદ બાદ આજે લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોના ઉપદ્રવ હદ વટાવતા આ ચેકિંગ કરાયું હતું. જેમાં પાણી સંગ્રહ કરવાના સ્થળે પાણીનો ભરાવો તેમજ પાણીમાંથી મચ્છરોના લારવા મળી આવ્યા હતાં. જેનો તાકીદે નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સ્ટાફ દ્વારા ઠેર-ઠેર પાણીનો ભરાવો, ભીની જગ્યાઓ તેમજ ગંદકી ધ્યાન પર આવ્યા હતાં. એટલું જ નહીં શાળાના કેમ્પસ ઉપરાંત ધાબાના સ્થળે પણ કેટલાંક ભંગાર જેવો સામાન સંગ્રહી રખાયો હતો. જેમાં પણ પાણીના ભરાવાને કારણે મચ્છરોની ઉત્પત્તિ થઇ રહી હોવાનું ધ્યાન પર આવતાં તેનો નાશ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, શાળામાંથી લારવા મળવાની ઘટનાને પગલે લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગના સ્ટાફ પર તવાઇ આવી છે અને ઉપરી અધિકારીઓએ પ્રશ્નો શરૂ કરતાં જવાબ આપવાનો ભારે પડી ગયો છે.