(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
સુરત શહેરમાં કોરોના બેકાબૂ બની રહ્યું છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલ એકમાત્ર સિટી સ્કેન મશીન બે દિવસ પહેલાં ખોટકાતા દર્દીઓની હાલત કફોડી બની છે. નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં એક જ સિટી સ્કેન મશીન છે, ત્યાં અન્ય દર્દીઓ તથા શંકાસ્પદ કોરોના કે કોરોના પોઝિટિવ દર્દીને સિટી સ્કેન માટે આવતા હતા. અગાઉ સિટી સ્કેન રૂમમાં અને રેડિયોલોજી વિભાગમાં ડિસઇન્ફેક્શન કરવા માટે સેનિટાઈઝ અને ધુમાડોનુ ફોગિંગ કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલાં સિટી સ્કેન મશીન ટેકનિકલ ખામીને લીધે અચાનક ખોટકાઈ ગયું હતું, જેથી દર્દી હાલાકી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે, બે વર્ષ પહેલાં નવી સિવિલમાં નવું સિટી સ્કેન મશીન આવ્યું હતું. જેથી જૂનું સિટી સ્કેન મશીન રીપેર કરાવીને ટ્રોમા સેન્ટરમાં મૂકવાને બદલે એક રૂમમાં ભંગારની જેમ મૂકી દીધું છે એટલું જ નહિ પણ સરકારે આધુનિક સિટી સ્કેનની નવી સિવિલમાં ફાળવવા મંજૂરી આપી હતી. જોે કે, સિવિલ અને મેડિકલ કોલેજના અધિકારીઓ અગાઉ પોતાની મનમાની અને ગંભીરતા દાખવી નહીં હોવાથી નવું સીટી સ્કેન મશીન આવ્યું નહીં ? અને જૂનું રીપેર થયું નહીં. આવા સંજોગોમાં માત્ર એક જ સીટી સ્કેન મશીન સિવિલમાં છે તે પણ બે દિવસ પહેલા બગડી ગયું છે.
સુરતની નવી સિવિલમાં જંગલરાજ : એક માત્ર સિટી સ્કેન મશીન ખોટકાતાં દર્દીઓને હાલાકી

Recent Comments