(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૯
સુરતની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પ્રવીણ બોરડાએ ૫૭૩ માર્ક્સ સાથે એ-૧ ગ્રેડ મેળવ્યો છે. આશાદીપ સ્કૂલની ત્રણ બ્રાન્ચમાં ટોટલ ૪૩ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવીને ડંકો વગાડ્યો છે. આ પૈકી પ્રિયાંશી પ્રવીણ બોરડાએ તમામ વિદ્યાર્થીઓને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યો છે. તેના પિતા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે. સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે સુરત ખાતે રહેતા ભાઈને ત્યાં મોકલી આપ્યા હતા. પ્રિયાંશીએ જણાવ્યું કે, તેનો મોટો ભાઈ ૧૨ સાયન્સમાં ૬૫ ટકા સાથે પાસ થયો છે. તે સતત મને પ્રોત્સાહિત કરતો જેને પગલે હું રોજનું ૧૦ કલાક વાંચન કરતી હતી.