સુરત શહેરના બિલ્ડરના બેંક ખાતામાંથી પોણા બે કરોડ ટ્રાન્સફર કરી લીધા હતા

સુરત, તા.ર
શહેરની યુનિક કન્સ્ટ્રક્શનના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી જાણબહાર ૧,૭૧,૮૦,૦૧૨ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરીને સુરતની સાયબર ક્રાઈમ સેલે સપાટો બોલાવ્યો છે. આ ગેંગમાં સામેલ બે નાઈઝિરિયન સાથે મરાઠી અને ગુજરાતી ભેજાબાજોની ધરપકડકરી લેવામાં આવી છે.
ફરિયાદીએ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં આરોપીઓ ટેકનિકલ તપાસ કરતા મોટા હેકર અથવા સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોમ્પ્યુટર હેક કરી અથવા બીજી કોઈ રીતે તેઓના ઈ મેઈલ આઈડી તથા નેટબેંકીંગના પાસવર્ડની ચોરી કર્યા બાદ બેંકમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો.
આરોપીઓએ ૨૬,૨૭-૦૭-૨૦૨૦ના રોજ બિહાર, પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશના ૧૧ (જેમાં ૮ ૈંઝ્રૈંઝ્રૈં બેંક અને ૩ અન્ય) એકાઉન્ટમાં ટુકડે ટુકડે રૂપિયા ઉપાડી લીધા હતાં. તેમાંથી ઉત્તરપ્રદેશના ત્રણ એકાઉન્ટમાંથી સુરતના વિકાસ મનોજભાઈ સોલંકીના એકાઉન્ટમાં ૧૮,૨૦,૦૦૦ રૂપિયા આવ્યા હતાં. જેની તપાસ કરતાં સમગ્ર રૂપિયા મુંબઈ ખાતે જઈ નેવિલ શુકલા તથા રાકેશ માલવીયા તથા ઈમરાન લઈ ગયા હોવાની હકીકત જાણવા મળી હતી. તેની પાસેથી નેવિલ અને માલવીયાના નંબર મળ્યા હતાં. જેના આધારે તપાસ કરતાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.
સમગ્ર આંતરરાષ્ટ્રીય રેકેટમાં પોલીસે રાજકોટના નેવીલ અશોક શુકલા (ઉ.વ.૩૩), મૂળ અમરેલીનો અને હાલ સુરત રહેતા રાકેશ પરબતભાઈ માલવિયા (ઉ.વ.આ.૪૪), મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ઈમરાન ઈબ્રાહીમ કાઝી(ઉ.વ.આ.૪૨)ના અને નાઈઝીરીયાના રફેલ એર્ડડયો ચીન્કા (ઉ.વ.આ.૩૮) અને કેલ્વીન ફેબીયાન ઓઝોમ્બે(ઉ.વ.આ.૩૮)ના નેઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.