(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી સીએમઓની અછત ચાલી રહી છે. અવાર-નવાર સીએમઓ દ્વારા ઉપરી અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ વાત માત્ર રજૂઆત સુધી જ અટકી રહેતી હતી. ઉપરી અધિકારીઓને કામ કરવામાં કોઇ રસ ન હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિકત સ્મીમેર હોસ્પિટલનું વહિવટી તંત્ર દિવસે ને દિવસે કથલી રહ્યું છે. બે વર્ષ અગાઉ એક સમય હતો કે, સ્મીમેરમાં ઢગલા સીએમઓ હતા જ્યારે આજની પરિસ્થિતિ ઉધી થવા પામી છે કે, માત્ર ગણ્યા ગાઠ્યાં સીએમઓ વધ્યાં છે અને તે પણ હવે કંટાળી નવો રસ્તો શોધી રહ્યાં છે. સમીમેરમાં અગાઉ ૨૦૧૬માં કુલ ૧૩ સીઓમઓ હતાં. જ્યારે હાલમાં માત્ર ૭ સીએમઓ પર સ્મીમેરનો ક્ઝુલિટી વિભાગ ચાલી રહ્યો છે. કેઝ્‌યુલિટી વિભાગને લ્થિમેરનું હ્યદય ગણવામાં આવે છે. પરંતુ આ જ હ્યદયના ધબકારા હવે બંધ થવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. સ્મીમેરમાં અગાઉ સીએમઓ તરીકે ફરજ બજાવતા ડો. જયેશ કાનાણીની પોસ્ટમોર્ટમ વિભાગમાં બદલી કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ડો. પાયલ પરમારને જેએસએસકે અને માં યોજનાની કામગીરી સોંપવામાં આવી દેવામાં આવી હતી અને ડો. ભુમિ પ્રજાપતિ ની ઉમરા આરોગ્ય કેન્દ્રમાં બદલી થઇ ગઇ હતી, ડો. મુકેશ બલદાણીયા નોકરી છોડી જતા રહ્યાં હતા, આના કારણે આ તમામ સીએમઓની જગ્યા આજે પણ ખાલી પડી છે. આ તમામ સીએમઓમની જગ્યાએ કોઇને પણ મુકવામાં આવ્યા નથી. જે મામલે ગત તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ તમામ સીએમઓએ એકસંપ થઇ ડીનના નામે લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી હતી અને સીએમઓની ઘટ પુરી કરવા માટે રજૂઆત કરી હતી. આ લેટરમાં પણ આ તમામ સીએમઓના નામ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લેટરમાં ડો. રૂચિ પટેલ એક મહિનાથી વધુ સમયથી માંદગીની રજા પર હોંવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વધુમાં લેટરમાં સીએમઓએ ભોગવવી પડતી લફલીફો નું વર્ણન પણ લેટરમાં કરવામાં આવ્યું છે. સીએઓ દ્વારા ડિનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, આ મામલે ડિન સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે. મારી પાસે કોઇ રજૂઆત થઇ નથી અને મને કોઇ લેટર પણ મળ્યો નથી. સીએમઓના ઉપરી એધિકારીઓએ લેટર રિસીવ કર્યાની સહિ પણ તારીખ ૨૩ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આ લેટર સ્વીકારમાં આવ્યો હતચો. જોેકે, હજુ સુધી આ લેટર બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ કથળે તેવું લાગી રહ્યું છે.