(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
નાનપુરા ખારવા મહોલ્લો ઘાતીગરા સ્ટ્રીટમાં આવેલ અમી એન્ટરપ્રાઈઝ કંપનીના ભાગીદારે ટેકેદાર સાથે મળીને બે વર્ષમાં જુદી જુદી પાર્ટીઓના ઓર્ડર પ્રમાણે કામ કરી તેના પેમેન્ટની ઉઘરાણી કરી કંપનીમાં જમા કરવાને બદલે રૂપિયા ૧૪ કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. કતારગામ અખંડ આનંદ કોલેજ પાછળ શિવછાયા સોસાયટીમાં રહેતા વ્રજલાલ વલ્લભ આંબલીયા (ઉ.વ.૪૬) સિવિલ એન્જિનિયર છે અને કન્સલટન્ટ, કેમીકલ કન્સ્ટ્રકશનને લાગતા વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમની ઓફિસ નાનપુરા ખારવા મોહલ્લો ધાતીગરા સ્ટ્રીટ ખાતે ફોર સ્કવેર બિલ્ડિંગમાં આવેલી છે. વ્રજલાલના મોટાભાઈ નંદલાલ વલ્લભ આંબલીયાએ સન ૨૦૦૧માં મેસર્સ અમી એન્ટરપ્રાઈઝ નામની પેઢીની સ્થાપના કરી હતી. નંદલાલનો મુખ્ય ધંધો કન્ટ્રકશન, કેમીકલ ખરીદી કરી વેચવાનો, સપ્લાય કરવો તથા મટીરીયલ સાથે કામ કરી આપવાનો હતો. વ્રજલાલ સિવિલ એન્જિનિયર હોવાથી પેઢીના ધંધાના બેન્ક સહિતનો તમામ વહીવટ સાચવતા હતા. સન ૨૦૨૦માં વ્રજલાલનો મામાના છોકરો ભીખુ મનજી પીપલીયાની શિહોર ખાતે નોકરી છુટી જતા બેરોજગાર બનતા તેને કન્ટ્રકશનના કેમીકલના ધંધાની સાઈડની દેખરેખ રાકવા માટે રાખ્યો હતો અને કેમીકલનું કામ શીખવાડ્‌યું હતું. કંપનીમાં ૨૦૦૩થી ગીરીશ ખીમજી ગાંગાણીને લેબરો પુરો પાડતા હતા. પેઢીમાં કામ વધતા દરેક જગ્યાએ ધ્યાન આપી શકાતુ ન હોવાથી ભીખુ પીપલીયાને કામ સોંપ્યું હતું. દરમિયાન ૨૦૦૭માં ભીખુ પીપલીયા અને ગીરીશ ગાંગાણીએ અમી એન્ટરપ્રાઈઝમાં કામ વધી જતા તેઓએ બીજી એક પેઢી ઊભી કરવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો અને મે ૨૦૦૭માં બી.જી.વી. ઈન્ફ્રાસ્ટ્રકચરના નામની પેઢી બનાવી હતી. જે પેઢીમાં કન્ટ્રકશન કેમીકલો ધંધો જેવી કે સીસી રોડ ઈન્ડસ્ટ્રીયલર લોરીંગ કેમીકલથી બ્રીજ એપાર્ટમેન્ટ હાઈરાઈઝ બિલ્ડિંગ અને તેને લાગતુ કોઈ પણ કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને અમી એન્ટરપ્રાઈઝમાં જે કાંઈ પણ માલસમાન કે મટીરીયલ ખરીદ કરવાનું હોય તે ખરીદ કરવામાં આવતું હતું અને આ મટીરીયલ બી.જી.વી. ઈન્ફ્રાસ્ટ્રકચરમાં લઈ જતી વખતે તે ખર્ચ થતો તેમાં ૭ ટકા નફો ચડાવી માલ લઈને જવામાં આવતો હતો. આ બંને પેઢીનો વહીવટ ભીખુ પીપલીયાને સોંપવામાં આવ્યો હતો. અમી ઈન્ટરપ્રાઈઝમાં તમામ રોકાણ વ્રજલાલે કયું હતું દરમિયાન ૨૦૧૭માં ભીખુ પીપલીયા ધંધાકીય વ્યવહાર છુપાવતાની શંકા જતા ૨૦૧૮માં બંને ભાગીદારોને પેઢીમાંથી છુટા કરવાની વાત કરતા વડીલોને સાથે રાખી મીટીંગનું આયોજન કયું હતું જેમાં પેઢીમાં નવા કોઈ કામ લેવા નહીં અને જે પાર્ટીઓના કામ કર્યા છે તેમનું પેમેન્ટની ઉઘરાણી કરી બીજીવી ઈન્ફ્રાસ્ટ્રકચર પેઢીમાં જમા કરવાનું નક્કી થયું હતું. જાકે તપાસમાં ભીખુ અને ગીરીશ દ્વારા મોટાપાયે ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં બંને જણાએ અમુક પેમેન્ટ તેના પરિવારના નામે મયંક એન્ટરપ્રાઈઝ, નારાયણ કોર્પોરેશન, સાગરસજ કોર્પોરેશન, યમુના એન્ટરપ્રાઈઝ, સહિતના નામની પેઢીઓ બનાવી તેમાં જમા કરાવ્યા હોવાનું ફલિત થયું હતું. આરોપીઓએ બે વર્ષ દરમિયાન ૧૫,૫૩, ૭૫, ૨૦૦નું મટીરીયલ અમી એન્ટરપ્રાઈઝમાંથી ગયેલ જે પૈકી ૧,૬૩,૧૭,૫૪૭ રકમ જમા બતાવી કુલ રૂપિયા ૧૩,૯૦,૯૩,૩૪૮ રકમની ઉચાપત કરી હતી. આ ઉપરાંતશ્વ આરોપીઓએ અમી એન્ટરપ્રાઈઝના બેન્ક એકાઉન્ટની ચેકો બદઈરાદાથી મેળવી બોગસ સહીઓ કરી વહીવટ કર્યો હતો તેમજ બી.જી.વી. ઈન્ફ્રાસ્ટ્રકચરના નામે ખરીદેલ મિલ્કતના દસ્તાવેજો પણ નહીં આપી મિલ્કતના નામે એચડીએફસી બેન્કમાંથી બી.જી.વી, ઈન્ફ્રાસ્ટ્રકચરના નામે સન ૨૦૧૭-૧૮માં મોર્ગેજ લોન રૂપિયા ૩૮,૫૦,૦૦૦ની મેળવી હતી. બનાવ અંગે પોલીસે વ્રજલાલ આંબલીયાની ફરિયાદ લઈ ભીખુ પીપલીયા, ગીરીશ ગાંગાણી સહિત ૯ સામે ફરિયાદ નોંધાવી છે.