સુરત, તા.૨૬
આવકના દાખલા માટે સતત કલાકો સુધી ભરતડકામાં ઊભા રહેલા નાગરિકો માટે સુવિધાનો સંપૂૂર્ણ અભાવ જોવા મળ્યો હોવાથી ગુજરાત સરકાર સામે ચોમેરથી ફિટકાર વરસી રહી છે.
ભર તડકામાં ત્રણથી પાંચ કલાક સુધી કતારમાં ઊભા રહીને આવકના દાખલાની પ્રોસેસ કરાવતા વાલીઓને બેસવાની કે પાણીની પણ સુવિધા ઉપલબ્ધ હોતી નથી જેને કારણે ઉંમરલાયક વાલીઓને ખૂબ મુશ્કેલી તેમજ થકાવટના સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં પાવર કટ થઈ જતાં ગઈકાલે ૫૦૦ જેટલા વાલીઓ કતારમાં અટવાઈ પડ્યા હતા. મોટાભાગના વાલીઓને આજે ફરીથી બોલાવવામાં આવ્યા હતા જેને કારણે તેમના કામના કલાકો પણ બગડી રહ્યા છે.
સંવેદનશીલ સરકાર હોવાના ગાણા ગાતા વિજય રૂપાણી પણ આ સિસ્ટમમાં તબદિલી લાવી શક્યા નથી.