સુરત, તા.૩
હાલમાં મોબલિંચિંગના નામે દેશના જુદા જુદા રાજ્યમાં નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેથી દેશમાં અરાજકતાનો માહોલ ઊભો થયો છે. મોબલિંચિંગની ઘટનાઓને વખોડવા તથા વિરોધ કરવા સુરતમાં વચેટાઈલ માઈનોરિટીઝ ફાંસી દ્વારા તા.૪/૭/ર૦૧૯ શુક્રવારના રોજ બપોરે ૩ વાગે એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં દેશના ઝારખંડ, હરીયાણા, યુ.પી., ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કટ્ટરવાદી તત્ત્વો ટોળાના રૂપે નિર્દોષ લોકો પર ચોરીનો ખોટો આક્ષેપ લગાવી કાયદો હાથમાં લઈ ઢોરમાર મારતો વીડિયો વાયરલ કરી લોકોમાં ભય અને નફરતનું વાતાવરણ કરી આવા તત્ત્વો દેશની કોમી એકતાના માળખાને ધ્વંશ કરી રહ્યા છે. આવા તત્ત્વોને કેટલાક લોકોને પીઠબળ હોય તેવું લઘુમતી સમુદાયને લાગી રહ્યું છે. કેમ કે આવા તત્ત્વોને પોલીસનો સહેજપણ ડર કે ખૌફ નથી તેવો પોતાના કામોને બિન્દાસ્તપણે અંજામ આપી રહ્યા છે. જેમાં વહીવટતંત્રની બેદરકારી તથા બેજવાબદારી પણ કેટલાક કિસ્સામાં સામે આવી છે.
મોબલિચિંગની વધતી ઘટનાના મુસ્લિમ સમુદાયમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરમાં ચોતરફથી વિરોધનો લાવા ઉત્પન્ન થયોછે. ઠેર-ઠેર રેલીઓ, મૌન રેલીઓ વિરોધ પ્રદૃશનો યોજાઈ રહ્યા છે અને આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓ જવાબદાર અધિકારીઓ પોલીસ કર્મીઓની ધરપકડ કરી સખત સજાની માંગ કરવામાં આવી છે. આવા તત્ત્વોને તાકીદે ઝેર કરવા અને ઘટનાઓને રોકવાની તથા કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
આ મોબલિંચિંગની ઘટનાનો વિરોધ કરવા તા.પ-૭-૧૯ શુક્રવારે બપોરે ૩ વાગે સુરતમાં એક મૌન રેલીનું આયોજન વર્સેટાઈલ માઈનોરિટીઝ ફોરમ દ્વારા કરવામાં આવ્યું છે. આ મૌન રેલી બડેખા ચકલા હઝરત ખ્વાજાદાના સાહેબના દરગાહથી નીકળી કલેક્ટરને આવેદન પાઠવ્યો.