(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
સુરત શહેરમાં આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ યોજાનારી રન ફોર ન્યુ ઇન્ડિયા નાઇટ મેરેથોનને વડાપ્રધાન મોદી લીલીઝંડી બતાવવાના હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. પોલીસ કમિશનર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરી ચારેય પ્રકારનો મેરેથોન રૂટ જાહેર કર્યા હતા. આ ઉપરાંત ખાનગી વાહનો માટેના પણ અલગ અલગ રૂટ પણ જાહેર કર્યા હતા.
પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં આગામી રવિવારે સાંજે પાંચ વાગ્યાથી મેરેથોન દોડ પુરી થયા સુધી અઠવાગેટથી હેડ ક્વાર્ટર ટી પોઈન્ટ, પાર્લે પોઈન્ટ બ્રીજ, એસવીએનઆઈટી કોલેજ સર્કલથી પીપલોદ કારગીલ ચોક, રાહુલ રાજ મોહલ સર્કલ, મગદલ્લા વાય જંકશન, એસ.કે. નગર ચાર રસ્તા, મગદલ્લા વાય જંકશનથી ઉધના-મગદલ્લા રોડ ઉપર વેસુ ચાર રસ્તા, યુનિવર્સિટી સુધીના બંને તરફના મેઈન રોડ પર તમામ પ્રકારના વાહનો પ્રિતબંધ દર્શાવી દેવામાં આવ્યો છે. આ સિવાયના રોડ તથા અઠવાથી પીપલોદ સુધીના સર્વિસ રોડનો ઉપયોગ કરી શકાશે.