(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
સુરત શહેરમાં વધુ ૧૨ કેસો સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના ૩ સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમજ સુરત જિલ્લામાં પણ બે કેસો પોઝિટિવ નોંધાયા છે. આમ સુરત જિલ્લામાં અત્યાર સુધી ૩૦ કેસો નોધાયા છે. શહેરમાં ૬૦૬ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૬૩૬ પર પહોચી છે. હાલ દાખલ દર્દીઓમાંથી ૧ વેન્ટિલેટર પર, ૫ બાયપેપ પર અને ૫ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત ચૌટાપુલ ખાતે આવેલી સુરત જનરલ હોસ્પિટલ ૧૦ દિવસ માટે સીલ કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકાના કમિશ્નરે રેડ, યલો અને ગ્રીન ઝોનની જાહેરાત પણ ગુરૂવારે કરી છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા પણ ગુજરાતના ૯ જીલ્લાને રેડ ઝોનમાં નોંધાયા છે. ૩જી મેના રોજ લોકડાઉન પુર્ણ થયા બાદ રેડ ઝોન સિવાયના ગ્રીન અને ઓરેન્જ ઝોનના જિલ્લાઓને છુટછાટ મળશે તેવું જાણવા મળ્યુ છે. બીજી બાજુ સુરત શહેરમાં શુક્રવારે વધુ ૧૨ પોઝિટિવ કેસો નોધાયા છે. જેમાં પરવટ પાટીયાના અક્ષર ટાઉનશીપમાં રહેતા એક જ પરિવારના ૩ સભ્યો કોરોનાના ઝપેટમાં આવી ગયા છે. પાલિકાએ પોઝિટિવ દર્દીઓના પરિવાર અને તેઓના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. પોઝિટિવ દર્દીઓના ઘરે સેનેટાઇઝ કરી સીલ મારી દીધા હતા. તેમજ સુરત જિલ્લામાં પણ બે કેસો પોઝિટિવ નોધાયા છે. જેમાં ચોર્યાસી તાલુકાના પાલીમાં અને ઓલપાડના દિહેણ ગામે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ સુરત જિલ્લામાં અત્યાર સુધી ૩૦ કેસો નોધાયા છે. શહેરમાં ૬૦૬ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૬૩૬ પર પહોંચી છે. જેમાં ૨૫નાં મોત અને ૬૬ દર્દીઓને રજા આપવામાં આવી છે.