(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
સુરતમાં પરપ્રાંતિય કામદારોની મજબુરીનો તક સાધુઓ દ્વારા કેવો વરવો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. એક ઘટના સુરત રેલવે સ્ટેશન પર બનવા પામી હતી. સુરત રેલવે સ્ટેશન પરના પ્લેટ ફોર્મ ૩૦ મુસાફરો વર્ષ ૨૦૧૯ની ટિકિટ ઉપર મુસાફરી કરવા જતાં ઝડપાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પરથી શ્રમિક ટ્રેનમાં પરપ્રતિયો વતન જવા માટે નીકળ્યા હતા. જેમાં ટિકિટ ચેકર દ્વારા તપાસ કરતા ૩૦ જેટલા મુસાફરોની ટીકિટ ૨૦૧૯ની હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.જે તમામની પૂછપરછમાં પાંડેસરાના એજન્ટ પાસેથી ટીકિટ લીધી હોવાનું બહાર આવ્યું છે. એજન્ટો ૨૦૧૯ની ટીકિટ વેચી રોકડી કરી રહ્યા છે. જોકે, એજન્ટોને ૨૦૧૯ની ટિકિટનો જથ્થો કોણે આપ્યો એ એક તપાસનો વિષય બન્યો છે. દરમ્યાન સુરત જિલ્લાના વરેલીના વધુ ત્રણ પરપ્રાંતિય કામદારો ઝડપાયા હતા.જેમણે એજન્ટે રુા.૭૫૦ની ટીકિટના રુા.૧૭૦૦ વસુલી પ્રયાગરાજની જગ્યાએ પટનાની ટીકિટ આપી હતી.જોકે રેલ્વે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.