(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
વીઆર મોલ પાસે લકઝુરિયા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતા એડવાઈઝર સાથે વેન્ચુરા એર કનેકટ લી. કંપનીના સીઈઓએ એર ક્રાફટ ખરીદી કરવાના બહાને રૂા. ર કરોડ ૩૩ લાખની છેતરપિંડી કરી હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અડાજણ રિવેરા ટાવરમાં રહેતા મનુ સોજીત્રાએ વેન્ચુરા એર કનેકટ લી. કંપનીના સીઈઓ કાર્તિકેય શંકરલાલ ગરાસિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કાર્તિકેયે એર ક્રાફટ ખરીદવા માટે ફરિયાદી પાસેથી રૂા. ૩.૬૦ લાખ અમેરિકન ડોલર (કિંમત રૂા. ૨.૩૩ કરોડ) મેળવી અંગત કામ માટે વાપરી કાઢ્યા હતા અને કંપની તેમજ માલિકો સાથે છેતરપિંડી કરી હતી. ઉમરા પોલીસે ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય બનાવમાં પાર્લે પોઈન્ટ નીધીવન સોસાયટી ખાતે રહેતા અરૂણ અમરનાથ અગ્રવાલની એક કાપડની દુકાન રિંગરોડ વૃંદાવન સોસા.માં આવેલી છે. માર્ચ-૨૦૧૮થી સપ્ટેમ્બર-૨૦૧૮ સુધીમાં અરૂણ પાસે આરોપી અબ્બાસ કુતુબુદ્દીન, જીતેન્દ્રશ્વ ઉર્ફે જીતુ રાઠોડ, તેજપાલ ચૌહાણ અને ચંદુભાઈ સુખડિયા વગેરેઓએ પહેલાં થોડો થોડો માલ ઉધારમાં ખરીદી નાણાં ચૂકતે કરી વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ તેમણે ૨.૮૨ કરોડનો માલ એક સામટો ખરીદ્યો હતો અને ત્યારબાદ તેમણે મલના નાણા ચૂકતે નહી કરી ફરાર થઈ ગયા હતાં. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.