પોલીસમાં માથાભારે ફાઈનાન્સરોનું રજિસ્ટ્રેશન થતું નથી
વડોદરા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે માથાફરેલા ફાઈનાન્સરોની શાન ઠેકાણે લાવી દીધી હતી પરંતુ સુરતના પોલીસ કમિશનર અજય તોમર આવા તત્વોની લગામ કસવામાં નિષ્ફળ નિવડ્યા છે. નોટિફિકેશનના આધારે નોંધાયેલા ફાઈનાન્સરો તો પોલીસ મથકે ફરીથી રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે પરંતુ માથાભારે તત્વોનું કોઈ રજિસ્ટ્રેશન થતું નથી. આવા તત્વો પર લગામ કસવામાં નહીં આવે તો સુરતમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થશે એ નક્કી છે.

(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૨
પાલનપુર પાટીયા સ્થિત કુખ્યાત ટપોરી રાકેશ મારૂની ચપ્પુના ઘા ઝિંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સુરતમાં એક પછી એક માથાફરેલા ફાઈનાન્સરોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે જેમાં વધુ એકનો ઉમેરો થઈ જતાં વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂર્યા મરાઠીના અંગત માણસો પૈકીના રાકેશ મારૂ પર કેટલાક હુમલાખોરો દ્વારા રાત્રિના ૧૦ વાગ્યાના આસપાસ હુમલો કર્યો હતો. પાલનપુર પાટિયા ખાતે હાઉસિંગ બોર્ડમાં આવેલી સ્કૂલ પાસે અંગત અદાવતમાં આ સમગ્ર હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે. રાકેશ મારૂને માર મારીને રિક્ષા નજીક પાડી દઈને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરીને આરોપીઓ બાઈક સહિતનાં વાહનોમાં નાસી જતાં દૃશ્યો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયાં છે. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાકેશ મારૂનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં રાકેશ મારૂને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાકેશ મારૂની હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ છે. દિવાળીના બે-ત્રણ દિવસ અગાઉ જ થયેલી હત્યાને લઈને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ષ્ઠષ્ઠંદૃનાં દૃશ્યોના આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.