(સંવાદદાતાદ દ્વારા)
સુરત, તા.૧૫
જીલવેણ કોરોના વાયરસમાં આજે સવારે વધુ એક વ્યકિતનું મોત નિપજ્યું છે. લિંબાયતના મદનપુરા વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય આધેડનું બાર દિવસની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ સાથે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનો મરણાંકનો આંકડો ૪૫ થયો છે જયારે આજે સવારે કડોદરા પોલીસ મથકના પીસીઆરમાં નોકરી કરતા કોન્સ્ટેબલ સહિત નવા ૧૮ પોઝિટિવ કેસો બહાર આવ્યા છે જેમાં સુરત સીટીના ૧૪ અને જિલ્લાના ૪ કેસનો સમાવેશ થાય છે. આ સાથે સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યામાં ૧૦૩૭ થઈ છે.
સુરતમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે સવાર બાર વાગ્યા સુધીમાં સુરત શહેરમાં વધુ ૧૪ પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા તો જિલ્લાની વાત કરવામાં આવે તો કડોદરા પોલીસ મથકમાં પીસીઆર ઉપર નોકરી કરતા કોન્સ્ટેબલ રમેશ કાલુ રબારી, અને ઓલપાડ તાલુકાના કંથરાજ વ,યારા ગામે વધુ ત્રણ કેસ સપાટી પર આવ્યા છે. આજે સવારે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દી ચિતરંજન તિલોકચંદ બેબ્રાતા (ઉ,વ.૪૭,રહે, લિંબાયત મદનપુરા)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક ચિતરંજન બેબ્રાતા ગત તા. ૩જીએ શ્વાસની તકલીફ થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં કોરોના લક્ષણો દેખાતા તેમના સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જો કે ચિતરંજનને ડાયાબિટીસ અને લોહીની બિમારી પણ હોવાનું જાણવા મળે છે.
સુરતમાં કોરોનાથી વધુ એકનું મોત : કુલ મૃતાંક ૪૫એ પહોંચ્યો

Recent Comments